શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Friday, August 18, 2023

લોકાપર્ણ ફ્લેક્ષ બેનર

"ઝીંઝુવાડા હેરીટેજ વિલેજ"

 ઝીંઝુવાડા એટલે માનનીય પ્રધાનમંત્રીને પ્રિય ગામ
ઝીંઝુવાડા એટલે ચોરસ રચનાંવાળું  અદ્વિતિય ગામ
ઝીંઝુવાડા એટલે વર્ષોથી ઈતિહાસ અને વર્તમાનને જીવતું જાગતું અને દીવાદાંડી રૂપે બંને કાળને જોડતું ગામ....

ગુજરાતનાં પ્રાચીન નળ દમયંતી કાળથી લગાવી મહાભારત યુગ અને મધ્ય યુગીન ભારતનો ઈતિહાસથી ગુજરાતનાં સુવર્ણ કાળ એટલે  સોલંકી કાળ સુધીનાં ઈતિહાસનાં વિવિધ સ્થળો મંદિરો,દરવાજાઓ,તળાવ વાવ કુંડનાં એક સ્થળે હોય તો કેવું લાગે!
આપણે વિશ્વનો ઈતિહાસતો જાણીએ છીએ પણ ગામનો?

આ બેનરનું સંકલન કામ હજી ચાલું જ હતું ઘણાં સમયથી ત્યાં સમાચાર મળ્યાં કે ઝીંઝુવાડા મુકામે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસની ઊજવણી છે.તો ચાર પાંચ દિવસની મહેનત ઈશ્વરકૃપા તેમજ ગામનાં જ ઈતિહાસ રસિક મહેન્દ્રસિંહ ઝાલા,જિલ્લાના કારોબારી ચેરમેનશ્રી અને સરળ સહજ સ્વભાવ બેનર બનાવ્યાં પછી શાબાશી પણ સૌને આપી અને નાનીમોટી ભુલ પ્રત્યે જાગૃત કરી સરસ સંકલનમાં મદદ કરી એવા ઉદયસિંહ ઝાલા.ઉદુભાને વાંચન બહોળું બારીકાઈથી સમજી આનંદ સાથે આ કાર્યક્રમ તાલુકા કક્ષાનો એટલે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ. એમાં સમાવેશ કરીશું એવી ઉદુભાએ બાંહેધરી આપી દિધી એટલે કન્યાશાળા સ્ટાફગણ મહેન્દ્રભાઈ સુથાર અને આચાર્યને અડધો આનંદ એમ જ મળી ગયો. સુરૂભા ઝાલા હંમેશ મને ઈતિહાસ હોય કે શાળાનું કામ સદાય મદદ કરે કેટલાક ફોટોનાં સુચન માર્ગદર્શન મળ્યું. જયવિરસિંહ ઝાલા પુર્વ પાટડી તાલુકા પંચાયત પ્રમુખ અને કન્યાશાળાના નાનામાં નાના કામથી માંડી મોટું કામ કદી ના  નથી પાડી. નાનામાં નાની સમસ્યાં હોય સદાય સાંભળે અને મદદ માટે તત્પર હોય.રણજીતસિંહ ઝાલા આચાર્ય શ્રી રાજેશ્વરી હાઈસ્કુલ જેઓ પણ હરહંમેશ નવીન કાર્યમાં મદદરૂપ બને સહકાર આપે. આ ઉપરાંત શિક્ષક સંઘ પ્રમુખ મંડળી પ્રમુખ વાસુદેવસિંહ વાઘેલા સાહેબ, શાળાનાં તમામ શિક્ષકોનો પણ ખુબ સહયોગ સહકાર મળ્યોં..જનકસિંહ સોલંકી સાહેબે પણ ખુબ જહેમત ઉઠાવી બેનર પ્રિંટ કરાવ્યું તાત્કાલિક.. આ બેનર નિર્માણમાં સહયોગ સાથ સહકાર પણ અવિસ્મરણિય રહેશે. 
 ગ્રામજનોનાં સાથ સહકાર સ્નેહ થકી જ આ કાર્ય પુર્ણ થયું.

   આપણે આપણાં આસપાસનાં સ્થળોનાં ઈતિહાસ આપણે બાળકોને ભણાવીએ છીએ પણ આપણે એને શાળામાં લગાવતાં નથી આથી ત્રણ વર્ષ પહેલાં ઈતિહાસવિદ મિત્ર સાથે ચર્ચા થયેલ એમાંથી પ્રેરણાં શાળામાં ઓફિસમાં જ મસમોટું બેનર લગાવી કોઈક આવે અને એને ઓફિસમાં  ગામનો તાલુકાનો ઈતિહાસ સમજાઈ જાય.શાળાની દિવાલ મુર્ત ભલે હોય પણ BALA પ્રોજેક્ટની જેમ એ ઈતિહાસ ભુગોળ સહિત બધાં વિષયોને વાચા આપતી હોય ઈતિહાસનાં આ નાનકડાં કાર્યને સફળ કરવામાં નાનકડાં પ્રયાસને સફળ કરવામાં આનંદની અનુભુતિ છે.

   આ પ્રસંગે પુન:કારોબારી ચેરમેનશ્રી ઉદુભા ઝાલા,ડેપ્યુટી ક્લેક્ટર મેડમશ્રી ભાવનાબા ઝાલા,ધારાસભ્યશ્રી પી.કે.પરમાર સાહેબ મામલતદાર બેનશ્રી પ્રિતીબેન સહિત ગ્રામજનો સંચાલકશ્રી ભગવતદાન ગઢવી સહિત તમામનો આભાર...

કોઈ ક્ષતિ હોય તો ક્ષમ્ય ગણશો.નાનકડો પ્રયાસ માત્ર છે...

ઈતિહાસ જાણવો ખુબ જરૂરી છે. 
મને સહયોગ કરનાર તમામનો સહ્રદયપુર્વક આભાર....
 બેનર વિશે....ઝલક
  આ બેનરમાં પાંડવ યુગનાં ઝીલકેશ્વર કુંડ,સમરવાવ,શક્તિધામ ધામા, આઈશ્રી રાજબાઈ મા ધામ ભારતનું એકમાત્ર દક્ષિણ મુખી શક્તિધામ ,વિર વનવીરસિંહ ઝીંઝુવાડા  સ્થાપક ,સિદ્ધરાજ જયસિંહ સોલંકી, પાળિયા,પૌરાણિક લેખો,વિર વચ્છરાજ દાદા(જુનુ સ્થાનક ઘોડી સહિત આરતીનો પ્રાચીન ફોટો ),નળેશ્વર મહાદેવ(નળ દમયંતી નવગ્રહ મંદિર એકમાત્ર) ,વડનગરના જેવા તોરણવાળો દરવાજો ,રણ ઘુડખર ખડમોર સહિત પ્રકૃતિ અને પ્રાચીનતાં સાંકળી સંકલન કરવાનો મેં પ્રય‍ાસ કરેલ ક્ષતિહોય તો ક્ષમ્ય ગણશો....

તો આશા રાખું કે વાંચી બધાને શેર કરજો અને
"મારું ગામ મારુ ગૌરવ" ઝીંઝુવાડ‍ા હેરીટેજ વિલેજની અવશ્ય મુલાકાત લેશો...

આપ પણ આપનાં ઘરે આપનાં ગામની શાળામ‍‍ાં આવો પ્રયાસ અવશ્ય કરશો.

ભરત રાજપુરોહિત

No comments:

Post a Comment