શ્રી કન્યાાશાળા ઝીંઝુવાડા તા.દસાડા,જી.સુરેન્દ્રનગર આપનું હાર્દિક સ્વાગત કરે છે...

Monday, August 1, 2022

શ્રી કન્યાશાળા ઝીંઝુવાડા શાળાના જન્મોત્સવ ઉજવણી

શ્રી કન્યાશાળા ઝિંઝુવાડા,તા.દસાડા મુકામે આજરોજ તા.૧/૮/૨૦૨૨ ના રોજ શાળા જન્મોત્સવ, આઝાદીનો અમૃત મહોત્સવ,હર ઘર ત્રિરંગા કાર્યક્રમ પુજય સંત શ્રી ભરત ગીરી બાપુ મોટિચંદુર આશ્રમ ની અધ્યક્ષતામાં યોજાયો.જેમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે અને ભારતમાતાની આરતી ૭૫ દીકરીઓ ઉતારવામાં આવી.સાથે શાળાં બાળકો દ્વારા તલવાર રાસ,ગરબો ,દેશભક્તિગીતો રજુ કરાયાં.જેમાં ગ્રામજનો,અન્ય શાળાનાં આચાર્યશ્રીઓ, અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.  પુજય ભરતગીરી બાપુએ વાલીગણને આ શિક્ષણ,સંસ્કાર અને મુલ્યોની વાત કરી સાથે શિક્ષણ ત્રિધ્રુવી પ્રક્રિયાં છે એમાં વાલી,સમાજ અને શિક્ષકની ભુમિકાં સહિયારી છે તેની સમજ આપી.તમામ આમંત્રિત મંચસ્થ મેહમાનોનું ભાગવત ગીતા દ્વારા જ સન્માન કરવામાં આવ્યું.જેથી ભગવત ગીતાંનું મહત્વ આમજન સુધી પહોંચે. શાળાનાં આચાર્ય ભરતભાઈ પુરોહિત દ્વારા આભાર સાથે વાલીગણને એકમ કસોટી,G shala ,સાપ્તાહિક મુલ્યાંકન કસોટી,Read Along,દિક્ષા એપનો ઊપોગ વધુમાં વધું  ઉપયોગ કરવાં સમજ આપવામાં આવી.





No comments:

Post a Comment