આજ રોજ શ્રી કન્યાશાળામાં સંવિધાન દિવસ અંતર્ગત શાળાનાં અાચાર્યશ્રી ભરતસિંહ પુરોહિતે બાળકોને બંધારણની સમજ આપી અાપણાં જાહેર સ્થળોનુ,જાહેર મિલકત અને આપણા મૌલિક અધિકારો અને ફરજોનું જ્ઞાન બાળકોને આપ્યું. શાળાના સા.વિ.ના શિક્ષકશ્રી શંભુભાઈ દસાડિયાઅે શાળાનાં બાળકોને અામુખ અને અન્ય બાબતોથી ઝીણવટપુર્વક વાકેફ કર્યા. શાળાનાં ધોરણ આઠના વિધાર્થીની વિધિ વૈષ્ણવ વિજયભાઈ અે બાળકોને આમુખ અને સરકારશ્રીના નિર્દેશ અનુસાર શપથનું વાંચન કરાવ્યું.
બાળકોને શાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાં શાળાનાં આચાર્યશ્રીઅે સમજ અાપી.
No comments:
Post a Comment