આજરોજ તા:05-01-2024 ના રોજ શ્રી કન્યાશાળા ઝીંઝુવાડા અને નગવાડા પ્રાથમિક શાળાનો ટ્વીનીંગ પ્રોગ્રામ યોજાયેલ.
જેમા કન્યાશાળા ઝીંઝુવાડાની દિકરીઓ નગવાડા ગયેલ.પ્રાર્થનાસભા, નિશાળનુ શૈક્ષણિક કાર્ય, શાળા પરિસર, બાગ,લાઇબ્રેરી, પ્રયોગશાળા, સ્કેટિંગ, ક્રીકેટ, માઈન્ડ ગેમ સાથે આનંદમય ભોજનનો લાભ લીધેલ.
નગવાડા શાળા દ્વારા પધારેલ ઝીંઝુવાડાના શિક્ષકોનુ પુસ્તક આપીને સન્માન કર્યું.તથા તમામ બાળકોને પેન ભેટ આપવામાં આવી. સ્પર્ધામાં નંબર મેળવેલ દિકરીઓને પણ પેન આપીને સન્માનિત કરાઈ.
ત્યારબાદ ગામટોડા અને લગભગ 26 થી વધારે પાળીયાની સમજુતી આપવામાં આવી.ત્યાની એક પૌરાણિક સોલંકીકાલીન વાવ બતાવીને તેના વિશે માહીતિ આપવામાં આવી.
બાળકો એકબીજાને ઓળખીને તેમના અનોખા કાર્યની પણ માહિતી મેળવી. ખરેખર આ પ્રવાસ આનંદદાયી અને જ્ઞાનસભર રહયો.
લી-કન્યાશાળા ઝીંઝુવાડા પરિવાર
No comments:
Post a Comment