આજરોજ શ્રી કન્યાશાળા ઝીંઝુવાડાના વાર્ષિકોત્સવ અને વોટર કુલર તથાં શાળા વેબ બ્લોગના લોકાપર્ણમાં મા.સા.શ્રી દિવ્યરત્ન મુનીજી, પુનિતરત્નજી મા.સા.સહિત પાંચ જૈન સાધુ સંતો, જિલ્લામાંથી લેક્ચરાર અને લાયઝન અોફિસરશ્રી પંકજભાઈ મિસ્ત્રી અને જે.જે.જોષી સાહેબ ,બેંક મેનેજરશ્રી વડગામ શાખા વોરા સાહેબ,અગરિયાહિતરક્ષક સમિતિ અગ્રણી ભરતભાઈ,જિલ્લા શિક્ષક સંઘ ઉપપ્રમુખશ્રી વાસુદેવસિંહ વાઘેલા,અાચાર્યશ્રી રામવડનેશ દાદુભાઈ,ચિરાગ ગજ્જર અેમ.આઈ.અેસ સમી,શંખેશ્વર,રોહિતભાઈ જાદવ કુવારદ શિક્ષક અને સામાજીક કાર્યકર્તા, બી.અાર.સી.કો.અો.શ્રી સુનિલભાઈ દવે,સી.આર.સી.કો.અો.શ્રી મનિષાબેન ચાવડા ,પે.સે.આચાર્યશ્રી બાબુભાઈ પાનવેચા, ગામના અગ્રણી ઉદુભા ઝાલા અને અને અન્ય મહેમાનો,વાલીગણે મોટી સંખ્યામાં હાજરી આપેલ. શાળા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાળામાં ભણેલ અને વિશિષ્ટ ક્ષેત્રે પ્રગતિ કરેલ તેવી પાંચ દીકરીઅોનું સન્માન કરવામાં અાવેલ. શાળાની સ્થાપનાંને ૧૩૧ વર્ષની હર્ષભેર ઉજવની કરાઈ.
No comments:
Post a Comment